કટકના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં સોમવારે સમાપન થયેલી ૨૧મી કોમનવેલ્થ ટેબલટેનિસમાં સુરતના હરમિત દેસાઇના ટીમ ઇવેન્ટ અને સિંગલ્સમાં જારદાર પ્રદર્શનની સાથે જ માનવ ઠક્કરે પણ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતતા સુરતી ખેલાડીઓના સથવારે ભારતીયોઍ પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવીને 7 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. મહિલા સિંગલ્સમાં આઇકા મુખરજીઍ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
શુક્રવારે ટીમને પરાજયમાંથી બહાર ખેંચી કાઢનારા સુરતના હરમિતે સિંગલ્સમાં પણ ગોલ્ડ જીત્યો
આમ તો વ્યક્તિગત મેડલ ટેલીમાં જી સાથિયાન આગળ રહેવાની ધારણા હતી પણ તે હરમીત દેસાઇના પડકારને પહોંચી શક્યો નહોતો. ટીમને પરાજયના મુખમાંથી બહાર ખેંચી લાવીને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હરમિતે સાથિયાનને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. હરમીતે સવારના સત્રમાં સિંગાપોરના જાયન્ટ કિલર પેંગ યુ ઍન કોઍનના વિજય અભિયાનને અટકાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, તે પછી રોમાંચક ફાઇનલમાં તેણે ટોચના ક્રમાંકિત સાથિયાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આઇકાઍ મહિલા સિંગલ્સની ફાઇનલમાં મધુરિકા પાટકરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સુરતના જ માનવ ઠક્કરે ઍન્થની અમલરાજ સાથે મળીને ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
આ સિવાય સુરતના અન્ય ઍક ખેલાડી માનવ ઠક્કરે પોતાના ડબલ્સ જાડીદાર ઍન્થની અમલરાજની સાથે મળીને શરત કમલ અને જી સાથિયાનની ટોચની ક્રમાંકિત જાડીને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મિક્ષ્ડ ડબલ્સમાં સાથિયાન અને અર્ચનાની જાડીઍ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું હતુ. ટુર્નામેન્ટના આજના અંતિમ દિવસે મહત્વની વાત ઍ રહી હતી કે પુરૂષ સિંગલ્સ, મહિલા સિંગલ્સ, પુરૂષ ડબલ્સ તમામ ફાઇનલમાં ભારતીયો જ ઍકબીજાની સામસામે હતા.