કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી ગુજરાતના પ્રવાસે આવેલા છે. ત્યારે રાહુલ ગાંધીએ ફરી એક વાર પી.એમ.મોદી ઉપર નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યુ કે ગુજરાતની જનતા પ્રધાનમંત્રી મોદી પાસેથી જાણવા માંગે છે. કે જે તેમણે વચનો આપ્યા છે તે હજુ સુધી પુરા કેમ નથી કર્યા.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યુ કે પાર્ટીની રણનીતી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતની ચુંટણી આવે ત્યા સુધી રાહુલ રોજ સવારે મોદીને એક સવાલ પુછશે. રાહુલ આજથી ગુજરાતની મુલાકાત લે છે. અને બે દિવસ સુધી કોંગ્રેસનો પ્રચાર કરશે.
કોંગ્રેસ ઉપાધ્યાક્ષે કહ્યુ કે 22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગે જવાબ પ્રધાનમંત્રીને પહેલો સવાલ -2012માં જે વચનો આપ્યા કે 50 લાખ નવા ઘર આપશે, પણ 5 વર્ષમાં 4.72 લાખ ઘર. મોદીએ કહ્યુ કે વચનો પુરા કરવામાં હજુ 45 વર્ષ વધુ લાગશે. રાહુલ ગાંધી ગઈ ચુંટણીની ભાજપને યાદ અપાવે છે.
કોંગ્રેસ પાર્ટીની રણનીતીને ધ્યાનમાં રાખી ગુજરાતની ચુંટણી સુધી પ્રધાનમંત્રી મોદીને રોજે એક સવાલ પુછશે. રાહુલે કહ્યુ કે ગુજરાતની ચુંટણીમાં તેમની પુરી તાકાત લગાવી દેછે.