ગુજરાત ચૂંટણીનો અંત અત્યંત રસપ્રદ પરિણામો સાથે સમાપ્ત થયો. રસપ્રદ વાત એ છે કે પરિણામોને લઈને ચૂંટણીમાં ઉતરેલી બે મોટી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેની જીત ગણાવે છે.
રાજ્યમાં 22 વર્ષથી સત્તારુઢ ભાજપ ચૂંટણીમાં ઉતાર-ચઢાવ બાદ માત્ર 7 બેઠકો સાથે પાતળી બહુમતી સાથે સત્તા બચાવી શક્યો હતો, જ્યારે કૉંગ્રેસ લાંબા સમય બાદ 77 બેઠકો પ્રાપ્ત કરી છે. કોંગ્રેસને બહુમતીથી 15 સીટ દૂર રહી ગયું. મતગણના દરમિયાન કેટલાક સમયે કૉંગ્રેસે ભાજપથી સતત અાગળ રહ્યો હતો.
182 સભ્યોની વિધાનસભા બેઠકો માટે ચૂંટણીમાં 49 બેઠકો એવી રહી જે ‘સ્વિંગ જૉન’ કહેવાય છે, કારણ કે અહીંના પરિણામોથી બંને પક્ષોને વિજય અને ભવિષ્યના પાઠ પણ આપ્યાં.રસાકરી પૂર્ણ અા બેઠકો પર સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા.
જે 49 બેઠકો વિશે વાત કરવામાં અાવી રહી છે, ત્યાં 2012ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપના જીતાયેલ 33 બેઠકો પર આ વખતે કબજો મેળવી લીધો હતો જ્યારે સત્તારૂઢ ભાજપના ભાગે 16 બેઠકો જ આવી. આ ક્ષેત્રોમાં 2012 અને 2017ના પરિણામના આધારે આકરણી કરવામાં આવતા સ્થિતિ એવી બની છે કે 49 માંથી 41 બેઠકો પર અદલાબદલી થઈ, તેમાંના મોટાભાગની સીટો ગ્રામ્ય વિસ્તારોની છે.
કોંગ્રેસ માટે આ ક્ષેત્રમાં સૌથી મોટી જીત જમાલપુર-ખાડિયામાં મળી છે જ્યાં વિજયનો તફાવત 29,339 મત છે, તો જીતથી સૌથી ઓછું અંતર દેવદરમાં 972 મત મળ્યા.કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 15 બેઠકો મેળવી હતી, જ્યારે ઉત્તર ગુજરાતમાં 10, મધ્ય ગુજરાતમાં 4, દક્ષિણ ગુજરાતમાં 3 અને કચ્છમાં 1 બેઠક આ 33માંથી 27 સીટ ગ્રામીણ વિસ્તારોની છે, બાકી 6 શહેરી વિસ્તારોમાં આવે છે. આમાંથી 4 અનુસૂચિત જાતિ માટે ત્યાં રિઝર્વ છે, જ્યારે 3 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.ગોધરામાં મુશ્કેલીથી જીત્યો ભાજપ તો ગ્રામીણ વિસ્તારો પર કોંગ્રેસે પકડ જમાવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.