ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવી દેવામાં આવે તેવી શક્યતા છે.કોંગ્રેસનાં વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સોનિયા ગાંધીના નિવાસે સીડબ્લ્યુસીની બેઠક યોજાશે. કારોબારી સમિતિની બેઠક રાહુલ ગાંધીને પક્ષના આગામી અધ્યક્ષ બનાવવાનો માર્ગ મોકળો કરશે.
અધ્યક્ષપદ માટે રાહુલ એકલા ઉમેદવાર હોવાની સંભાવના છે. પક્ષના નેતાઓ કહે છે કે અધ્યક્ષપદની ચૂંટણીના કાર્યક્રમની મંજૂરી માટે સીડબ્લ્યુસીની ઔપચારિક બેઠક યોજવાની જરૂર નથી પરંતુ સોનિયા ગાંધીએ પાર્ટીનો નિર્ણય કરનારી સર્વોચ્ચ સંસ્થાની મંજૂરી લેવા નિર્ણય લીધો છે.