ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ જઇ રહ્યાં છે. આ બધા સમાચારો વચ્ચે અમરેલી માંથી અલગ ખબર સામે આવી છે. અહીં એક જોડાએ કોરોના પ્રિવેડિંગ શૂટ કરાવ્યું છે. રાજ્યનાં અરેલીમાં એક કપલે કોરોના પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં ભાવિ દુલ્હા અને દુલ્હને કોરોના વાયરસને કારણે મોં પર માસ્ક પહેર્યા છે. મોં પર માસ્ક પહેરીને આ કપલ સમજાવવા માંગે છે કે કોરોના વાયરસને ગંભીરતાથી લો. આ લોકોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસે (coronavirus) ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ચપેટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટીવના કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર (Government of Gujarat) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 25મી તારખી સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને આંશિક બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
Friday, May 3