સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. કોરોના પોઝિટિવ હોમગાર્ડનો જવાન પીસીઆર વાન તેમજ અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યો છે. જેથી અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે …હોમગાર્ડ જવાન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડા માટે આ ચિંતાનો વિષય બની ગયો છે… તદુપરાંત સુરતમાં કોરોના પોઝિટિવ નો આંક 415 જેટલો વટાવી જતા તંત્રની દોડધામ માં વધારો થયો છે…