અમેરિકાના ઓહિયો શહેરમાં 15 વર્ષના એક વિદ્યાર્થીએ બાળકોના હોસ્પિટલ માટે 10 લાખ રૂપિયા દાન કરતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પશ્ચિમી રિઝર્વ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાતના વિદ્યાર્થી ડિઝેલ પિપર્ટે ગત્ત મહિને પશુઓને વેચી કમાયેલા 10.74 લાખ રૂપિયા દાનમાં આપી દીધા હતા. જે પછી તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
સ્કૂલે પણ ડિઝેલના આ વિચારના વખાણ કર્યા છે. સ્કૂલે આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ડિઝેલે આ વિશે કહ્યું હતું કે, આવા ઘણા બાળકો છે જેમને ઈલાજ નથી મળી શકતો. તેણે કહ્યું કે, હું મદદ કરવા માટે સક્ષમ છું. આ માટે જ મેં આ નિર્ણય લીધો છે. ડિઝેલે પૈસા દાન કર્યા બાદ સ્કૂલે લખ્યું હતું કે, ડિઝેલ તુ અમારો હિરો છે.
ડિઝેલના નામે લખવામાં આવેલી સ્કૂલની આ પોસ્ટરને હજ્જારો લોકોએ શેર કરી હતી. ડિઝેલના આ કામથી પ્રેરણા મેળવીને અન્ય લોકોએ પણ રિસર્ચ સેન્ટરમાં દાન કર્યું હતું. ડિઝેલ માટે એક યુઝરે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ડિઝેલ તે દુનિયા બદલીને રાખી દીધી છે.
ત્યાં અન્ય એક યુઝર દ્રારા લખવામાં આવ્યું હતું કે, તે તારા સમુદાય અને આસપાસની દુનિયાને હંમેશાં માટે બદલી દીધી છે. તે યાદગાર રાહ પસંદ કરી છે. મને આશા છે કે તારું આ પગલું દુનિયાભરમાં ચમત્કારી સાબિત થશે. તારા તરફથી આપવામાં આવેલા આ દાન બદલ ખૂબ ખૂબ આભાર.
તો વધુ એક યુઝરે ડિઝેલના વખાણ કરતા લખ્યું હતું કે, પરોપકારની કોઈ ઊંમર નથી હોતી. તે હંમેશાં અસાધારણ હોય છે અને અન્ય લોકોને પ્રેરણા આપે છે. અભિનંદન મિસ્ટર પિપર્ટ અને તેમને પણ જેમણે તને પ્રેમની શિક્ષા આપી.