દાઉદી વ્હોરા સમાજના આગેવાન અને ભાજપના વર્ષો જૂના સાથી સજ્જાદ હીરા હાલ વકફ બોર્ડના ચેરમેન નથી રહ્યા પણ તેમછતાં તેઓને ‘પદ’નો મોહ જાણે છૂટતો નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે, તેઓની અગાઉની જેમજ નિયમિત હાજરી હવે ચર્ચા જગાવી રહી છે.
ચેરમેનપદ ગયું હોવાછતાં સજ્જાદ હીરાને વકફ બોર્ડનો મોહ છૂટતો નથી અને તેઓ હાલમાં પણ રાબેતા મુજબ ઓફિસે આવવું ,ટ્રસ્ટીઓને મળવું વગરે ચાલુ હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે શરૂ કરેલી તૈયારીઓ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલના આદેશ બાદ બોર્ડ નિગમના ચેરમેનોને રાજીનામા આપી દીધા હતા.
જેમાં,વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ પણ જેતે સમયે મુખ્યમંત્રી કાર્યાલય માંથી જાન્યુઆરીમાં રાજીનામુ આપી દીધું હતું.
નોંધનીય છે કે વકફ બોર્ડના ચેરમેનની મુદ્દત પાંચ વર્ષની હોય છે અને 2018માં સજ્જાદ હીરા ચેરમેન બન્યા હતા અને એક વર્ષ પહેલાજ તેઓનું પત્તુ કપાયુ છે.
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોની ય બાદબાકી થવાની સંભાવના વચ્ચે બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન બનાવીને રાજી રાખવા ભાજપે ગણતરી રાખી હોવાની વાતો વચ્ચે રાજીનામાં લઈ લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે,ત્યારે વકફ બોર્ડના પૂર્વ ચેરમેન થઈ ગયેલા સજ્જાદ હીરા હજુપણ ચેરમેન હોવાનો જાણે કે ભ્રમ રાખી રહ્યા હોવાનું જણાય રહ્યુ છે.