ચોરીના બનાવો દીવસેને દીવસે વધતા જાય છે. ત્યારે છેલ્લા 9 વર્ષથી બનાસકાંઠા જીલ્લાના ભીલડી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાના માં નાસતા ફરતા આરોપીને ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન સુરેનદ્રસિંહ જીલુભાને મળતી માહીતી પ્રમાણે નાસતા ફરતા આરોપી અમરતજી વનાજી ઠાકોરને ગાંધીનગર ખાતેથી પકડી પાડેલ. જે ઇસમની પુછપરછ કરતા તેણે પોતાના સાગરીતો સાથે મળી ભીલડી ટાઉનમાં આવેલ દેવી મોબાઇલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાન તોડી તેમાંથી મોબાઇલો તથા કોમ્પ્યુટર મળી રુપિયા 96,000ની ઘરફોડ ચોરી કરેલ અત્યાર સુધી નાસતા ફરતો રહેલ. જેથી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે આ આરોપી અગાઉ ગોઝારીયા ખાતે કાપડની દુકાનમાં ચોરીના ગુન્હામાં તેમજ માણસા ખાતે બાઇક ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. જેથી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.