પાટણ કલેકટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરનું શુક્રવારે રાતે મોત થયું હતું. જે બાદ આજે શનિવારે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ પરિવારજનોએ માંગણી ન સંતોષાય ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તો બીજી બાજુ, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ ન્યાય અપાવવા મેદાને આવ્યા હતા. જ્યારે પાટણ અને ઊંઝાના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં ઊંઝાથી પાટણ સુધીના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં ઊંઝામાં જડબેસલાક બંધની સાથે એસટી બસના કાચ તોડવાની ઘટના પણ બની હતી. સાથે જ લોકોએ પાટણ હાઇવ પર ચક્કાજામ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકારે મુખ્યસચિવને તપાસ સોંપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.
જે હેતુ માટે ભાનુભાઈએ આંદોલન કર્યું તેનું નિવારણ લાવવામાં આવે. 24 કલાકમાં જે જમીનનો મુદ્દો છે તેનો આદેશ સરકાર કરે. ગુજરાતમાં આવા જે કેસો છે જમીનના તે તમામ કેસોને તાત્કાલિક લાભાર્થીઓ ને ફળવવામાં આવે. ભાનુભાઈ 5 વર્ષથી સરકાર સેવામાં નિવૃત્ત થયા અને લોકોની સેવા કરી હતી, પ્રાણની આહુતિથી ઓછી નથી એટલે સન્માન કરાય ભાનુભાઈના પુત્રોને સારી નોકરી આપવામાં આવે જ્યાં આ ઘટના બની ત્યાં અને ઊંઝા ખાતે તેમનું સ્મારક બનાવવામાં આવે માનસિક રીતે આઘાતમાંથી બહાર આવીને અમે કટિબદ્ધ છીએ અને અમે આગળ કાર્યવાહી કરીશું જે અમને અમારા ભાઈ ભાનુભાઈએ શીખવાડ્યું છે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય માંગણી નહીં સ્વીકારાય તો લાશ નહીં સ્વીકારાય


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.