સંસદ ભવનની સિક્યોરિટી સામે ફરી એક વાર સવાલો ઉભા થયા છે. સંસદના પ્રાંગણમાં એક યુવકે છરી સાથે ઘુસવાની કોશિષ કરી હતી પણ સંસદ ભવનના સુરક્ષાકર્મીઓએ તેની ઝડપી લીધી હતો અને તાબડતોબ પોલીસ બોલાવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકની પૂછતાછ કરી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
રામ રહીમનો નારો લગાવી રહ્યો હતો
યુવકનું નામ સાગર ઈન્સાન છે. લક્ષ્મી નગરનો રહેવાસી છે. સૌ પ્રથમ તેણે ગેટ નંબર 1ની બહાર બાઈક ઉભી રાખી હતી. જ્યાં કેટલાક લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. એ પછી હાથમાં ચાકુ લઈ તેણે ગેટ નંબર 1માં પ્રવેશ કરવાની કોશિષ કરી હતી. સાથે જ રામ રહીમનો નારો પણ લગાવી રહ્યો હતો.
પણ સંસદની સુરક્ષામાં રહેલા જવાનોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. જણાવી દઈએ કે આ વર્ષે જ જુલાઈમાં સંસદની સુરક્ષાને લઈને સૌથી મોટા સવાલો ઉભા થયા હતા. સંસદથી થોડે જ દૂર ઉભી રહેલી ઓડી કારે આતંક મચાવ્યો હતો. જે પ્રધાનમંત્રી કાર્યાલયથી થોડે જ દૂર રહેલી હતી.