કોરોનાકાળમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી, તે શરીરના ઘણા જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધી છે. જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના 7 ભાગમાં તેની અસર છોડી રહ્યો છે અને કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું…
ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે.
પેટમાં દુખાવો, સોજો અને ઉબકા માનસિક કમજોરીનાં લક્ષણો હોઈ શકે છે.
ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો. જો કે, ઉદાસીનતા, ચીડિયાપણું અને થાક જેવાં લક્ષણો પણ મુખ્ય છે.
ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે.
ડિપ્રેશનથી શરીરમાં થાક લાગે છે. તે તેનું મુખ્ય લક્ષણ છે.
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ જલ્દી દુઃખી થઈ જાય છે.
ડિપ્રેશન અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પેઇનનો સંબંધ છે.
ધ લાન્સેટ જર્નલના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દર 7માંથી 1 ભારતીય માનસિક દર્દી છે. તેમાંથી 4.57 કરોડ ડિપ્રેસિવ ડિસઓર્ડર અને 4.49 કરોડ લોકો ગભરાટના ભોગ બન્યા હતા. રિસર્ચના અનુસાર, 2017માં દર સાતમાંથી એક ભારતીય મેન્ટલ ડિસઓર્ડરથી પીડાતો હતો. 1990 બાદ ભારતની કુલ બીમારીના કિસ્સામાં મેન્ટલ ડિસઓર્ડરના કેસ ડબલ થઈ ગયા છે.