ગુજરાતમાં 1979માં મચ્છુ ડેમ તુટ્યો ત્યારે ભયાનક તારાજી થઈ હતી અને અે સમયે ગુજરાતમાં પહેલીવાર બીન કોંગ્રેસી સરકાર કામ કરતી હતી. જનતા મોરચાની સરકાર કામ કરતી હતી.
જનતા મોરચાની એ સરકારમાં ચીમનભાઈ પટેલનો ટેકો હતો અને જોડે જોડે એ સમયે જનસંઘનો પણ ટેકો હતો. અલબત એ વખતે બાબુભાઈ જશાભાઈ પટેલ વાતની તીવ્રતા સમજતા હતા, એમતો ગુજરાતની અાખીય કેબીનેટ ગાંધીનગરથી ખસેડીને મોરબી લઈ ગયા હતા અને અા સમયે અાર.અેસ.એસના કાર્યકરોએ સુંદર કામ કરતાં હતાં.
એ સમયે વડાપ્રધાન મોરારજી દેસાઈને ઊથલાવી ચરણસિંહ ગાદી પર બેઠાં હતાં પરંતુ ઈંદિરા ગાંધી અે વખતે વડાપ્રધાન ચરણસિંગ હતાં. ઈંદિરા ગાંધીએ વખતે સત્તાપર ન હતા છતાં મોરબીની મુલાકાતે ગયા હતા.
ઈંદિરા ગાંધી એમના કામથી પ્રભાવિત થયા હતા અાર.અેસ.એસના કાર્યકર્તાઓ કોહવાયેલી લાશોને મોઢે રૂમાલ બાંધીને લારીમાં લઈ જઈ રહ્યા હતા તેવા સમયે અેસી કારમાં બેસીને તમાશો જોવાને બદલે જમીન પર ઉતરીને લોકોની તકલીફ જોતાં હતાં અલબત અા સમયે ઈંદિરા ગાંધી પણ અાર.અેસ.એસના કાર્યકરોની જેમ મોઢે રૂમાલ બાંધ્યો હતો જેનો પુરાવો ઓગસ્ટ 1979ના ચિત્રલેખામાં સ્પષ્ટ બતાવે છે કે ચડ્ડી પહેરીને અાર.અેસ.એસના સહયોગથી ચાલતી બાબુભાઈની જનતા મોરચાની સરકારની સંવેદના પણ અેવી હતી કે કચ્છમાં ભૂકંપ અાવ્યો ત્યારે કેબીનેટ ગાંધીનગરમાં હતી. અાજ બતાવે છે કે સંવેદના કેટલી હતી જેની સામે ગંધ પરનું રાજકારણ કેટલું ગંધાશે એ અાવનારા દિવસ જ નક્કી કરશે