જયરાજ સિંહના પત્ની ગીતાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ગોંડલ આવેલા જયરાજ સિંહં આજે પત્ની સાથે ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. જેમાં તેનુ ઠેર ઠેર હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ રોડ શો જંગી જન મેદની ઉમટી પડી હતી. ગોંડલની બેઠક ઉપર પહેલેથી સમક્ષ ગુજરાતની નજર છે.ત્યારે ઉમેદવારો વચ્ચે સામસામે કાનૂની દાવ પેચ ખેલાય રહ્યા છે. જેના કારણે સીટ ઉપર ચૂંટણીનો ગરમાવો આવવા પામ્યો છે. ગત ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જીપીસીના ઉમેદવાર આ વખતે કાનૂની કારણોસર તેમને ટિકિટ આપી શકાય હોવાથી તેમના પત્ની ગીતાબાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે.
ત્યારે પ્રચારની મનાઇ હોવા છતા જયરાજ સિંહે ગોંડલમાં પત્ની સાથે ખુલ્લી જીપમાં રોડ શો કરતા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે.