ફટકડીને પાણીને સાફ કરવા માટે અને બેક્ટેરિયાથી બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય, ખુબસુરતી અને અન્ય ફાયદાઓ માટે પણ કરવામાં આવી શકે છે.
કરચલીઓથી છુટકારો મેળવવા
કરચલીઓથી છુટકારો મેળવવા માટે ફટકડીને નાના ટુકડાઓ કરીને તેને ભીના કરીને ધીમે ધીમે તમારા ચહેરા ઉપર ઘસો. થોડીવાર બાદ ગુલાબ જળથી ચહેરાને ધોઈ લો. તે બાદ મોઈસ્ચારાઈઝરનો ઉપયોગ કરો. તમે જોઈ શકશો કે માત્ર થોડા દિવસોમાં જ તમારી ત્વચાની કરચલીઓ ગાયબ થઈ જશે.
માથામાં શુષ્કતા માટે
માથામાં શુષ્કતા થવાની સ્થિતિમાં શેમ્પુની સાથે એક નાની ફટકડી અને મીઠાને ભેગા કરીને માથાને ધોઈ લો. માથામાં શુષ્કતાથઈ દુર થવામાં મદદ મળશે.
ફાટેલી એડીઓ માટે
ફટકડીને ખાલી પ્યાલીમાં એટલી ગરમ કરો કે તે ઓગળી જઈને ફોમમાં આવી જાય. ઠંડુ થયા બાદ તેમાં નારિયેલનું તેલ ભેળવીને ફાટેલી એડીઓમાં લગવો.
વધારે પરસેવો આવતો હોય તો
વધારે પરસેવો આવતો હોય તેવા લોકોએ ફટકડીનો ઉપયોગ સારો માનવામાં આવે છે. આવા લોકોએ ન્હાતા સમયે પાણીની ડોલમાં ફટકડી નાંખીને પાણીથી ન્હાવું જોઈએ.
નસકોરી ફુટવા ઉપર
નાકમાંથી લોહી નીકળવાને બોલચાલની ભાષમાં નસકોરી ફુટવી તેમ કહેવામાં આવે છે. નાકમાંથી લોહી વહેવા ઉપર ફટકડીને પાણીમાં મિશ્રિત કરીને તેને નાકમાં ટીપા નાંખો, તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે.
ખંજવાળ થવા ઉપર
ખંજવાળ કે ખારિશની સારવારમાં ફટકડી ઘરેલુ ઉપાયના રૂપમાં ઉપયોગી સાબિત થાય છે. તેના માટે ફટકડીને બાળીને તેની રાખ બનાવી લો. તેમાં ઈંડાની સફેદી ભેળવીને મસાજ કરી લો. દરેક પ્રકારની ખંજવાળ અને ખારીશમાં આરામ પહોંચશે.
ઉધરસ થવા ઉપર
ઉધરસ થવા ઉપર ફટકડીનો પાઉડર સવારે અને સાંજે એક ગ્લાસમાં ગરમ પાણીની સાથે ભેળવીને પાણી પીવાથી સમસ્યા દુર થઈ જાય છે. ત્યાં સુધી કે અસ્થમાંની ફરિયાદ ઉપર પણ કાબુ મેળવી શકાય છે.
ઈજાને સ્વસ્થ કરવા માટે
ફટકડીના ટુકડાના ગરમ પાણીમાં ભેળવીને દિવસમાં બે વખત ઈજાને ધોઈ નાંખો, જેનાથી તમારી ઈજા સારી થઈ જશે.