ચીન સરકારની એક યોજનાનો લાભ લેવા માટે એક પરિવારના સભ્યોએ એવું કામ કર્યું છે કે જેના વિશે જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ચીનના એક જ પરિવારના 11 લોકોએ 2 સપ્તાહમાં એકબીજા સાથે 23 વખત લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લીધા હોવાની ઘટના બની છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આ કૌભાંડની શરૂઆત ત્યારે થઈ જ્યારે પૈન નામના વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંત માટે લિશુઈ શહેરના એક નાના ગામમાં શહેરી નવીનીકરણ વળતર યોજના વિશે ખબર પડી.

પૈનએ એક સપ્તાહમાં ત્રણ વાર લગ્ન નોંધણી કરાવી. સરકારી અધિકારીઓને જ્યારે આ કૌભાંડની જાણ થઈ તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક જ પરીવારના 11 લોકોએ ઘર માટે આ રીતે લગ્ન કર્યા છે. અધિકારીઓએ તુરંત તેમની ધરપકડ કરી.