વર્તમાન સમયમાં લિવ ઈન રિલેશનશિપ એક નવો કેન્સેપ્ટ છે, જેમાં છોકરો છોકરી લગ્ન પહેલા એકબીજા સાથે પતિ-પત્નીની જેમ રહે છે, ત્યારે હંમેશા લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પહેલા માત્ર આ સંબંધની પોઝીટીવ સાઈડની જ વાત કરવામાં આવે છે. આ સંબંધનું નુકસાન શું હોય છે, તે વિશે વાત કરવાનું તો દૂર લોકો વિચારતા પણ નથી.જો તમે પણ કોઈ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવાની પ્લાનિગ કરી રહ્યા છો તો, આ સંબંધની પોઝીટીવ સાઈડનો ગ્રાફ તમારા મગજમાં તૈયાર કરી ચુક્યા છો તો, લગભગ આ ન્યૂઝ તમારા માટે થોડી નિરાશાજનક હોઈ શકે છે. કારણ કે, લિવ ઈનમાં રિલશનશિપના 5 નુકસાન પણ છે.
- રિલેશન મજબૂત બને તે પેહલા તૂટી જશે: લિવ ઈન રિલેશનશિપમાં જો પાર્ટનર પૂર્ણ રીતે તમારી તરફ સમર્પિત ન હોય તો, તેઓ આ સંબંધને બોજ સમજવા લાગે છે અને આ સંબંધને બાય બાય બોલી દે છે.
- કમજોરીનો ફાયદો: આજે દરેક અખબારના પાના પર ગર્લફ્રેન્ડના બોલ્ડ વીડિયો અથવા ન્યૂડ વીડિયો બનાવી ને બોયફ્રેન્ડે બેલ્કમેલ કર્યા જેવી ઘટના સામાન્ય થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લિવ ઈન રિલેશનશિપમાં રહવાથી પાર્ટનર સાથે ફિજિકલ થવું કોઈ મોટી વાત નથી, પરંતુ તે ખાનગી પળોનો વીડિયો બનાવવો ખોટી વાત છે. તેથી જ ખૂબ જ સમજી વિચારીને અને પાર્ટનરને જાણ્યા બાદ જ લિવ ઈનમાં રહેવાનો નિર્ણય કરજો.
- નાણાકીય સહાયતા: સંબંધ જ્યારે સમયની સાથે આગળ વધે છે તો, નાણાકિય સહાય થવી સામાન્ય બાબત છે. છોકરી અને છોકરાઓ બંને જ ફાઈનાન્સિયલી સપોર્ટ લેતા હોય છે. આ સપોર્ટ સંબંધમાં કડવા ઘોળવાનું કારણ બની શકે છે. તેથી જ સંબંધ તૂટવાની સમસ્યા વધી જાય છે.
- પાર્ટનર પર નિર્ભરતા બની શકે છે જોખમી: કોઈપણ સંબંધમાં યુવક-યુવતી એક બીજા પર નિર્ભર હોય છે. હવે વાત લગ્નની હોય કે, લિવ ઈનની છોકરીઓને તેમની બધી વસ્તુઓ યોગ્ય સ્થાને જોઈએ છે. બીજી તરફ છોકરાઓ આ બાબતમાં થોડા બેદરકાર હોય છે. જેથી સ્ત્રી જીવનસાથી પર વધુ નિર્ભર રહેવું મગજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.