પંજાબમાં લુધિયાણા શહેરની ડોક્ટરની ટીમે એક 19 વર્ષની ટીનેજરના પેટમાંથી વાળનું ગૂંચળું કાઢ્યું છે. આ ગૂંચળું 22 સેમી લાંબું અને 8 સેમી પહોળું છે. ડોક્ટરે જણાવ્યું કે, આ દર્દીને એક અલગ પ્રકારની માનસિક બીમારી છે, જે પોતાના વાળ જાતે ખાય છે.આ એવો કેસ છે જે 90 ટકા છોકરીઓમાં જ જોવા મળે છે.
મહાવીર સિવિલ હોસ્પિટલના સર્જન ડો. મિલન શર્માએ કહ્યું કે, આ ટીનેજરને પેટમાંથી વાળનું ગુંચળું, ચોક અને માટી પણ મળી છે. સર્જરી ઘણી કપરી હતી કારણ કે દર્દી અલ્સરથી પીડિત હતી. આ ઉપરાંત કુપોષિત હોવાને કારણે તેનું વજન પણ ઘણું ઓછું હતું.
સર્જરી ટીમમાં સામેલ ડો. વરુણ સાગરે કહ્યું કે, દર્દીને ટ્રાઈકોફોબિયાની બીમારી છે. જેમાં તે પોતાના જ વાળ ખાય છે અને અમુક ગળી જાય છે. જો કે, સજરી પછી હાલ દર્દીની હાલતમાં સુધારો છે. અમુક સમય પછી તેની સ્થિતિ જોઈને ખબર પડશે કે તેના માનસિક રોગમાં સુધારો થયો છે કે ટીન હજુ સારવારની જરૂર છે.