શરીરને મજબૂત રાખવા માટે હાડકા મજબૂત હોવા ખૂબ જરૂરી છે. હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમ અને વિટામીન ડીથી ભરપૂર આહારોનું સેવન કરવુ ખૂબ જરૂરી છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ખાવા-પીવાની આદત પર ધ્યાન આપી શકતા નથી જેના કારણે હાડકાં નબળા પડવા લાગે છે. હાડકાં નબળા હોવાથી સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો શરૂ થવા લાગે છે. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા હાડકાંને નબળા કરી દે છે. તો જાણી લો તમે પણ આ વિશે..
મીઠી વસ્તુઓ
વધારે માત્રામાં મીઠી વસ્તુઓ એટલે કે ગળ્યુ ખાવાથી હાડકાં નબળા થવા લાગે છે. વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી તમારા હાડકાં નબળા પડવા લાગે છે. આ માટે તમને બહુ ગળ્યુ ખાવાની આદત છે તો તમે બંધ કરી દેજો. તમારી આ આદત તમને ભારે પડી શકે છે.
સોડા
વધુ પ્રમાણમાં સોડા પીવાથી પણ તમારા હાડકાંને નુકસાન થાય છે. આ સિવાય સોડા મહિલાઓમાં હિપ ફ્રેક્ચર જેવી સમસ્યા પણ ઉભી કરી શકે છે. સંશોધન અનુસાર સોડા પીવાથી શરીરને કેલ્શિયમ શોષી લે છે જેના કારણે તમારા હાડકાં નબળા પડવા લાગે છે. આમ, જો તમને સોડા પીવાની આદત વધારે છે તો તમે બંધ કરી દેજો, નહિં તો તમારા હાડકાં નબળા પડવા લાગશે.
ચિકન
ચિકન વધારે માત્રામાં ખાવાથી તમારા હાડકાં નબળા પડવા લાગે છે. રિસર્ચ અનુસાર જાનવરોમાંથી મળતુ પ્રોટીન તમારા રક્તને અમ્લીકૃત એટલે કે એસિડિક કરી દે છે, જેનાથી તમારું શરીર રક્ત પીએચમાં થતા બદલાવ વિપરીત કાર્ય કરે છે. આ પક્રિયા દરમિયાન હાડકાં કેલ્શિયમને શોષી લે છે. આમ, ચિકન પણ તમારા હાડકાંને નબળા પાડવા લાગે છે.
કેફીન
કેફીનનું સેવન મહિલાઓના હાડકાંને નબળા કરી શકે છે. આ હાડકાંમાંથી કેલ્શિયમને બહાર નિકાળે છે જેના કારણે હાડકાં નબળા પડી શકે છે. આમ, જો તમે કેફીનનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે.