મોદી સરકારે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2019-20 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમે આ સરવે તૈયાર કર્યો છે. સરવેમાં ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના સૂચન આપવામાં આવ્યા છે.
આર્થિક સર્વેક્ષણના મહત્વના 10 પોઈન્ટ
- જીડીપીનો વૃદ્વિદર સાત ટકા રહેવાની સંભાવના છે. પાછલા નાણાકીય વર્ષમાં જીડીપીનો વુદ્વિદર 6.8 ટકા હતો.
- હવે પછીના નાણાકીય વર્ષ માટે રોકાણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ક્રુડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
- 2018થી જ ગ્રામીણ વિકાસે ઝડપી ગતિ કરી છે. માંગ વધવાથી રોકાણમાં તેજી આવશે.
- પાછલા પાંચ વર્ષમાં જીડીપીનો દર સરેરાશ 7.5 ટકા રહ્યો હતો.
- વૈશ્વિક વ્યપારના સ્તરે નિકાસ પર અસર પડશે.
- નાણાકીય વર્ષ 2025 સુધીમા વિકાસ દર આઠ ટકા જાળવી રાખવાની આવશ્યક્તા
- NBFC ક્ષેત્રમાં દબાણના કારણે વિકાસ દર પર અસર, 2020માં અનેક આર્થિક પડકારો રહેશે
- ધીમો વિકાસ દર, જીએસટી, કૃષિ યોજનાની અર્થ વ્યવસ્થા પર અસર
- નાણાકીય વર્ષ 2018-19માં હોમ પ્રોડક્ટ્સનો જીડીપી દર પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે એટલે કે 6.8 ટકા રહ્યો હતો.
- 2018-19માં સરકારી ખાદ્ય 5.8 ટકા રહેવાનો અનુમાન છે જ્યારે સંશોધિત બજેટનું અનુમાન 3.4 ટકા રહ્યો હતો.