ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાનાં આરોપ બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સાથે જ આગામી ભરતી વિશેની માહિતી આપવામાં આવી છે. જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર અને સિવિલ અને એલેન્ટિકની 352 જગ્યાઓની ભરતી અને 500 જેટલા વેઈટિંગ એમાં રાખવાની જોગવાઈ છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, માહિતી હોય તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષા શરૂ થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ પરીક્ષા લેવાનારી છે. લગભગ 34 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મુંબઈની કંપની દ્વારા ભરતી થઇ રહી છે. આ જ કંપની રેલવે પોલીસ ભારત પેટ્રોલીયમ માટે પણ કામ કરે છે. ભરતી પ્રક્રિયા પારદર્શક બની રહે તે માટે જેટલા સેન્ટર છે ત્યાં ઉર્જા વિભાગ દ્વારા સીસીટીવી અને વિડિયો ગ્રાફી પણ કરાયેલ છે.
જીતુ વાઘાણીએ આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે. યુવરાજ સિંહ દ્વારા ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ પર તેમણે કહ્યું હતું કે ઓન લાઇન પરીક્ષા હતી માટે જવાબ સાચા છે કે કેમ તે ઉમેદવાર ઓનલાઇન જોઇ શકે છે. ત્યારે આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ છે તેની તપાસ કરાશે. યુવરાજસિંહે ઉર્જા વિભાગમાં વિવિધ ભરતીઓમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ વચ્ચે અમે ઉર્જા મંત્રી સાથે વાત કરી છે. તપાસ કરીને જે કસુરવાર હશે તેની સામે પગલાં લેવાશે. એક બે વ્યક્તિના કારણે તમામને દંડવા યોગ્ય નથી, બાકીની પરીક્ષા પારદર્શક રીતે લેવાશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.