ભારતમાં કોરોના વાયરસના ત્રીજા પ્રકાર ઓમિક્રોનનાં કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો નવી દિલ્હી પછી મહારાષ્ટ્ર છે. તાજેતરના સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, મહિપ કપૂર, શનાયા કપૂર, મૃણાલ ઠાકુર અને અન્ય. અને હવે નિર્માતા એકતા કપૂરે પણ કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ કર્યો છે. અહેવાલ મુજબ એક્તા હાલમાં હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. નિર્માતાએ તેના તમામ મિત્રો અને પરિવારજનોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી એકતા કહ્યું છે કે અધિકારીઓ દ્વારા જરૂરી તમામ પ્રોટોકોલનું પણ પાલન કરી રહી છે. એકતાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને બધાને જાણ કરી. પોસ્ટમાં લખ્યું છે, “તમામ સાવચેતી રાખવા છતાં મારો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મારા સંપર્કમાં આવેલા દરેકને હું વિનંતી કરું છું કે કૃપા કરીને તપાસ કરાવી લેશો. તેણીએ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓએ તેને જલ્દી સ્વસ્થ થવાના સંદેશા મોકલવાનું શરૂ કર્યા છે. એક પ્રશંસકે લખ્યું, “OMG ટેક કેર એન્ડ સ્ટેન્ડ સ્ટ્રોંગ @ektarkapoor મેમ.” ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજીસ મૂક્યા છે.
તાજેતરમાં નકુલ મહેતાનો પણ કોવિડ 19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. તે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ હતો અને હવે તેની પત્ની જાન્કી અને પુત્રનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે તેના સોશિયલ હેન્ડલ પર તેની માહિતી આપી હતી.
વર્ક ફ્રન્ટ પર એક્તએ તેના લોકપ્રિય શો નાગીનની છઠ્ઠી સીઝનનું ટીઝર રિલીઝ કર્યું છે. અન્ય વિગતો છુપાવવામાં આવી છે. તેણીની આગામી પ્રોડક્શન હાઉસ ફિલ્મ ગુડબાય છે જેમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શૂટિંગ પૂર્ણ થયું છે.