જો તમારી પાસે વોટર કાર્ડ નથી અને તમે સ્લિપ પણ ગુમાવી દીધી, તે છતાંપણ તમે સરળતાથી વોટ આપી શકશો.હાલમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીપંચ દિલ્હીમાં ગૂગલ સાથે મતદાતાઓને જોડી રહ્યું છે. જે મતદાતાઓનું ગૂગલમાં તેમનું નામ અને એડ્રેસ તમામ નોંધાયેલું હશે. દેશમાં પહેલીવાર દિલ્હીમાં આની શરૂઆત થઇ છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને રાજધાનીના 5 વિધાનસભા ક્ષેત્રો પટપડગંજ, રોહિણી, બાદલી, મટિયામહેલ અને માલવીય નગરમાં શરૂ કરવામાં આવ્યો છે. તેને 30 નવેમ્બર સુધી પૂરો કરવાનું ટાર્ગેટ છે.પાંચ વિધાનસભા ક્ષેત્રો પછી દિલ્હીમાં બીજી જગ્યાઓએ પણ તેને શરૂ કરવામાં આવશે.
જો તમે ઘરના કોઇ સભ્યનું નામ વોટર લિસ્ટમાં નોંધાવવા માંગો છો, તો ચૂંટણીપંચની ઓફિસે જવાની જરૂર નહીં પડે. બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે અને ઘર પર જ તમારા ફેમિલિ મેમ્બર્સનું નામ વોટર લિસ્ટમાં જોડી દેશે. આ પ્રક્રિયા પણ દેશમાં પહેલીવાર દિલ્હીમાં શરૂ કરવામાં આવી રહી છે.
મતદાતાઓને નોર્મલની જગ્યાએ ખાસ કલરફુલ વોટર કાર્ડ આપવામાં આવશે.જો વોટર પાસે આઇ કાર્ડ કે સ્લિપ નથી તો તોપણ તેને વોટ આપવાનો મોકો મળશે. તેણે મતદાન કેન્દ્ર પર ફક્ત પોતાનું કોઇ પણ આઇકાર્ડ લઇને જવાનું થશે અને ગૂગલમાં નોંધાયેલું નામ અને એડ્રેસ બતાવવાનું રહેશે.
આમ હવે કોઈ મત આપવા ઇચ્છતું હોય તો વોટર કાર્ડ નહીં હોય તો પણ મત આપી શકશે