ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં આવેલી વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં મોલી પ્રજાતિની ગોલ્ડ ફિશની સર્જરી કરવામાં આવી છે. આ માછલીના પેટમાં ટ્યૂમર હતું, જેને 40 મિનિટની સર્જરી પછી કાઢવામાં આવ્યું છે. 1 ગ્રામ વજનની ગોલ્ડ ફિશ ઇંગ્લેન્ડમાં સર્જરી કરાવનારી સૌથી નાની ઉંમરની દર્દી બની છે.
ગોલ્ડ ફિશ પ્રત્યે તેના માલિકને ઘણો લગાવ હતો. તેમણે આ ફિશને 89 રૂપિયામાં ખરીદી હતી જ્યારે તેની સર્જરી પાછળ રૂપિયા 8912નો ખર્ચો કર્યો. આ હોસ્પિટલમાં આની પહેલાં પણ ગરોળી, દેડકો, સાપ અને મગરની સર્જરી કરવામાં આવી છે.
હોસ્પિટલની કર્મચારી સોન્યા માઇલ્સે કહ્યું કે, આ ગોલ્ડફિશના માલિકના પાડોશીએ કેટલાક અઠવાડિયાં પહેલાં ભેટમાં આપી હતી. થોડા દિવસો પછી માછલીના પેટના નીચેના ભાગે ગાંઠ દેખાવા લાગી. ત્યારબાદ તેના માલિક તેને હોસ્પિટલ સર્જરી કરાવવા માટે લઈ આવ્યા. આ સૌથી નાનું પ્રાણી હતું જેને અમે હોસ્પિટલમાં દર્દીની રૂપે જોયું છે. ગોલ્ડ ફિશનું વજન 1 ગ્રામ હતું. અમને આ વજન માપવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. તેનું ઓપરેશન 40 મિનિટ સુધી ચાલ્યું હતું.
વધુમાં સોન્યાએ કહ્યું કે, અમે સર્જરી પહેલાં માછલીને એક કન્ટેનરમાં મૂકી હતી. માછલી જ્યારે શાંત થઈ ટાયરે અમે તેને ઓપરેશન થિએટરમાં લઇ ગયા. માછલીની આજુબાજુનો ભાગ ભીનો રહે તેનું પણ અમે પૂરતું ધ્યાન રાખ્યું. તેના મોઢામાં મૂકેલી નળીમાંથી ટ્યૂમર કાઢવામાં આવ્યું. ઓપરેશન પછી માછલીઅન પેટનો ભાગ વોટરપ્રૂફ પેસ્ટથી બંધ કરી દીધો. થોડા સમય માટે અમે તેને ઓપરેશન પછી ઓક્સિજનવાળા પાણીમાં રાખવામાં આવી હતી. સર્જરીના દિવસે જ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી.