ગુજરાત વિધાનસભામાં માર્ચ 2017માં ખાનગી સ્કુલ ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યુ હતુ અને આ વિધેયક પસાર થયાને 9 માસ જેટલો સમય થઇ ગયો છતાં હજુ સુધી તેનો યોગ્ય રીતે અમલ થયો ન હોઇ વાલીઓમાં રોષ ફેલાયો છે. તત્કાલીન શિક્ષણમંત્રીએ ચાલુ વર્ષેથી જ તેનો અમલ કરવામાં આવશે તેવી મોદી જાહેરાત કરી હતી. પરંતુ હવે પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ ચુક્યું છે. અને બીજા શૈક્ષણિક સત્ર પણ અડધુ પુરુ થવા આવ્યુ છે. પરંતુ હજુ સુધી એક પણ સ્કુલની ફી નક્કી કરવામાં આવી નથી. ફી કમીટિએ પણ તમામ સ્કુલોનું હિયરીંગ પૂર્ણ કરી લીધુ છે. ફ્રી જાહેર કરી ન હોઇ હવે ફરી વાલીઓ અને સ્કુલ વચ્ચે ઘર્ષણ શરૂ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાના ફેબ્રુઆરી-માર્ચ 2017ના બજેટ સત્રમાં ખાનગી સ્કુલ ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાનગી પ્રાથમિક સ્કુલોની ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાનગી 27 હજાર નક્કી કરાઇ છે. જો કે જે સ્કુલો આ ફી કરતાં વધુ ફી લેવા માંગતી હોય તો તેમણે ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે અને તેના આધારે ફી કમિટી તે સ્કુલોની ફી નક્કી કરશે તેવો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય બાદ અનેક સ્કુલો કોર્ટમાં ગઇ હતી અને અનેક સ્કુલોએ કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. જેથી કમીટી દ્રારા આ સ્કુલોનું હિયરીંગ હાથ ધરવાનું શરૂ કર્યુ હતુ. જેમાં હિયરીંગ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી એક પણ સ્કુલની ફી નક્કી કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો.