શનિવારે રાત્રે યુએસ ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં દિગ્ગજ સેરેના વિલિયમ્સને હરાવીને ચેમ્પિયન બનેલી બિયાન્કા એન્દ્રેસ્કૂની આ સફળતા પાછળ એક નકલી ચેકે કામ કર્યું છે. 3 વર્ષ પહેલા બિયાન્કાએ પોતાના નામનો એક નકલી ચેક બનાવી રાખીને તેના પર યુએસ ઓપનમાં જે પ્રાઇઝ મની મળે તે લખી રાખી હતી તે સમયે બિયાન્કા માત્ર 16 વર્ષની હતી.
હકીકતમાં સિક્રેટ ઓફ સક્સેસ નામક એક પુસ્તકમાં આવો પ્રસંગ વર્ણવાયો છે અને બિયાન્કા જાણે અજાણ્યે એ પુસ્તકની વાતને અનુસરી હતી. બિયાન્કાએ જણાવ્યું હતું કે 2015માં ઓરેન્જ બાઉલ ટાઇટલ જીતી ત્યારે મને લાગ્યું કે હું આ ગેમમાં કંઇ મોટું કરી શકું છુ. અને મેં એક ચેક બનાવ્યો, જેના પર યુએસ ઓપનમાં મળતી પ્રાઇઝ મની લખી. દર વર્ષે તેમાં હુ વધારો કરતી રહી અને આજે એ નકલી ચેક હકીકત બન્યો છે.