જો તમે જમ્મૂ & કશ્મીરના હોય તો, દિલ્હીના કનૉટ પ્લેસમાં આવેલ એક રેસ્ટોરન્ટની સુપર સાઈઝ થાળી પર 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છે. આ મોટા આકારની થાળીમાં લગભગ બધાં જ રાજ્યોની વાનગીઓનો સ્વાદ માણવા મળે છે.
અહીંની આડરેર 2.1 નામની રેસ્ટોરન્ટ, તેનાં સ્વાદિષ્ટ વ્યંજનો માટે બહુ ફેમસ છે, અત્યારે અહીં જમ્મૂ & કશ્મીરનો નાગરિકત્વ પુરાવો બતાવી ‘આર્ટિકલ 370 થાળી’ પર પૂરા 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
અહીંની શાકાહારી થાળીની કિંમત 2,370 રૂપિયા છે અને નોનવેજ થાળીની કિંમત 2669 રૂપિયા છે.
જમ્મૂ & કશ્મીરના શાકાહારી મેનૂમાં કશ્મીરી પુલાવ, ખમીરી રોટી, નદરૂની શમી, દમ આલૂ અને કહવા છે. તો નોન વેજમાં કશ્મીરી પુલાવ, ખમીરી રોટી, નદરીની શમી, રોગન જોશ અને કહવા છે.
આ પહેલાં પણ આ રેસ્ટોરન્ટ અલગ-અલગ પ્રકારી થાળી શરૂ કરી નવી ઓળખ બનાવી ચૂકી છે. અહીંની ‘મોદી જી 56 ઈંચ થાલી’ થી ‘બાહુબલી પિક્ચર’ જેવી થાળી લોકોને બહુ ગમી હતી. આ સિવાય લોકસભા ચૂંટણી સમયે રેસ્ટોરન્ટમાં ‘યુનાઈટેડ ઈન્ડીયા થાળી’ પણ આપવામાં આવી હતી, જેમાં દેશના દરેક રાજ્યની પારંપારિક વાનગીઓ પીરસવામાં આવી હતી.