સામાન્ય રીતે અન્ય દેશોમાં લોકોને દફનાવા માટે કોફિન બનાવવાંમાં ાવે છે. જે બિલકુલ સાધારણ રીતે લાંબા બોક્સની રીતે હોય છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે. જ્યાં એકદમ અનોખી રીતે એટલે કે અજબ ગજબ કોફિન બનાવામાં આવે છે. જ્યારે આવા કોફિન તમે ભાગ્યેજ ક્યાંક જોયા હશે અને ત્યાંથી જોયા હશે.
પશ્ચિમ આફ્રિકામાં સ્થિત ખૂબસબૂરત દેશ ઘાના પોતાનાં અજબ-ગજબ કોફિન માટે જાણી શકાય છે. જ્યારે અહિંયા કોફિનમાં મરવાવાળા માટે કામકાજ કે સ્ટેટ્સ સાથે સરખાવવામાં આવે છે. ત્યારે એ હિસાબે બનેલા કોફિનમાં તેમને દફન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આ કોફિનો બનાવવાની પંરપરા ઘાનાનાં માછીમારોએ શરૂ કરી હતી. માછીમારોએ માછલી જેવા બનાવવા કોફિનમાં દફનાવામાં આવ્યા હતા. ઘાનામાં બિઝનેસમેનોને હંમેશા લગ્ઝરી મર્સિડિઝનાં રૂપમાં કોફિનોમાં દફનાવામાં આવે છે. જેનાથી તેમનું સ્ટેટસ નક્કી થાય છે.
વિમાન જેવી શબપેટીઓ બનાવવાની શરૂઆત વર્ષ 1951 માં થઈ હતી. બંને સુથાર ભાઇઓએ તેમની 91 વર્ષની માતા માટે વિમાન આકારનું શબપેટી બનાવી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ ક્યારેય વિમાનમાં બેસી નહોતી. પરંતુ તેણે કહ્યું કે તે ઘણીવાર વિમાનમાં બેસવાનું સ્વપ્ન જોવે છે.
આથી બંને ભાઈઓએ તેમની માતાનું આ સપનું પૂરું કર્યું. આ અનોખી શબપેટીઓની ઘનામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી માંગ છે. જ્યારે સ્થાનિક બજારોમાં તેમની કિંમત 70 હજારની આસપાસ હોય છે, ત્યારે તેમની કિંમત વિદેશમાં 7-8 ગણો વધે છે.