લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઉત્પાદક કંપની ફરારી હવે ટૂંક સમયમાં ફરારી 488 સીરીઝમાં એક નવી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે.જી હા કંપની નવી ફરારી 488 GTO સુપરકારને 2018ના જીનિવા ઓટો શોમાં ડેબ્યુ કરી શકે છે.
એન્જિનની વાત કરીએ તો ફરારી 488 GTOમાં ટર્બોચાર્ઝડ વી 8 એન્જિન છે જે 700bhp પાવર આપે છે. કારમાં લાગેલુ એન્જિન હાઈબ્રિડ ટેકનીક સાથે જોડાયેલું છે.નવી ફરારી 488માં બન્ને બમ્પર્સને હુડ અને ડોર પેનલ્સને કાર્બન ફાયબરથી બનાવવામાં આવેલ છે.
આ ઉપરાંત 20 ઇંચ ફુલ કાર્બનફાઈબર વીલ્સ હશેજે સ્ટાન્ડર્ડ કાર સામે 10 ટકા હલ્કુફુલ્કુ હશે. આ કાર ચેલેન્જ રેસ કારથી ઇન્સપાયર છે.તેનો રીઅર લૂક ખૂબ બોલ્ડ છે તે બંને ટેલલાઇટ્સ વચ્ચે એક મોટો કાર્બન પીસને પણ જગ્યા મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર લિમિટેડ એડીશન હશે એટલે કે તેના મર્યાદિત યુનિટ્સ જ બનશે.ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએતો ફરારીએ 1947માં ઈટાલિયન સ્પોર્ટ્સ કાર ઉત્પાદકની સ્થાપના કરી હતી, ત્યારથી અત્યાર સુધીમાં કંપનીએ કોઈ પણ કાર અેવી બનાવી નથી જેમાં ઘોડાના ચિહ્નોને રજૂ કરવામાં આવ્યા ન હોય.
ફરારી 250 GTO, ફરારી 500 સુપરફાસ્ટ, ફરારી 125 S, દીનો 206 GT, ફરારી 365 GTB/ 4 ડેટોના, ફરારી 308, ફરારી ટોસ્ટારૉસ્ટા, ફરારી 288 GTO, ફરારી F40, અને ફરારી F50 જેવી કારો વિશ્વભરમાં ખુબજ પ્રસિદ્ધ છે.