ભારતીય ફૂટબોલ ટીમને 2022ના ફીફા વર્લ્ડકપ ઍશિયન ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં સરળ ડ્રો મળ્યો છે. જેમાં તેની સાથે કતર, ઓમાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ છે. અહીં ઍશિયન ફૂટબોલ ફેડરેશનના હેડક્વાર્ટર પર પાડવામાં આવેલા ડ્રોમાં ઍશિયાની 40 ટીમને 5-5ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો ઍકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થતી રાઉન્ડ રોબિન મેચ રમશે.
8 ગ્રુપની ટોચની 8 ટીમ તેમજ 4 શ્રેષ્ઠ રનર્સઅપ 2022ના વર્લ્ડકપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં અને ચીનમાં યોજાનારી 2023 ઍઍફસી ઍશિયન કપ ફાઇનલ્સમાં રમશે. ભારતીય ટીમ આમ જોઇઍ તો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી શકે છે પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચવા માટે તેણે કતર અને ઓમાન સામે પણ સારું રમવુ પડશે.