ગુજરાતમાં ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જોતા ફરી એકવાર ગુજરાતમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજ્કીય ભૂકંપ સર્જાયો છે .વધુ એક નેતાના રાજીનામાંથી ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતમાં તૂટતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ આજે તમામ પદો પરથી રાજીનામું આપી સૌ કોઇને ચોકાવી દીઘા હતા હાર્દિક પટેલની નારાજગી ખાળવા કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી નિષ્ફળ નિવડી છે. એક તરફ રાજકારણમાં નરેશ પટેલને જોડાવાના લઇ અટકળો તેજ બની છે તો બીજીતરફ હાર્દિક પટેલના પાર્ટીમાંથી રાજીનામાના લઇ રાજકારણ ગરમાયુ છે.હાર્દિક પટેલના રાજીનામાને લઇ એક બાદ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ફરી એકવાર આમ આદમી પાર્ટીના યુથ વિંગના સેક્રટરી નિખિલ સવાણી AAPમાં આવકાર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે ગુજરાતમાં ન્યાય માટે લડત આપનાર યુવા આંદોલનકારી નેતાને આમ આદમી પાર્ટી આવકારી રહી છે.હાર્દિક પટેલના રાજીનામાને લઇ કોંગ્રેસ ધોરાજી-ઉપલેટાના સિનિયર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે હાર્દિક લાબાં સમયથી કોંગ્રેસથી નારાજ હતા. લોકશાહીમાં તમામ પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. હાર્દિકે કંઇ વિચારીને નિર્ણય લીધો હશે તેમણે ટાંકીને કહ્યુ હતુ કે હાર્દિકે પહેલાથી ભાજપ જવાનું મન બનાવી લીધું છે અને તે સંતુષ્ટ પણ લાગી રહ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયે પણ કોંગ્રેસ તીખા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચૂંટણી જંગ ભાજપ- આમ આદમી પાર્ટી વચ્ચે છે કોંગ્રેસ લડી શકે તેમ નથી કોંગ્રેસ તૂટી ગઇ છે. દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઇ રહી છે.
