ચહેરાની ખાસ સંભાળ રાખવી બહુ જરૂરી હોય છે. ચહેરા પર નાના-મોટા ડાઘ ઘણી વખત થઈ જતા હોય છે. ખીલના કારણે અને અમુક અન્ય કારણોસર ચહેરા ઉપર નાના મોટા ડાઘ દેખાતા હોય છે. આ ડાઘ તમારા ચહેરાની સુંદરતા ને ઓછી કરી દે છે. એમ તો બજારમાં ઘણા બધા પ્રોડક્ટ મળતા હોય છે જે ડાઘને દૂર કરતા હોય છે. પણ આ પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે કુદરતી રીતે ચહેરાના ડાઘ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. આજે અમે તમને અમુક ખાસ હોમ રેમેડી બતાવીશું. આનાથી તમે ચહેરા ના ડાઘ દૂર કરી શકો છો. સાથે જ ચહેરા પર ચમક પણ લાવી શકશો.
ચહેરાના ડાઘ દૂર કરવા માટે સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં થોડું બેસન એડ કરો. હવે આ ફેસપેકને ચહેરા ઉપર લગાવો. 15-20 મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર જ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરા ને ધોઈ લો. આ ઉપાય કરવાથી ચહેરાના ડાઘ ધીરે ધીરે દૂર થશે. આ સિવાય ટામેટાનો રસ પણ ખૂબ જ ઉપયોગી હોય છે.
ચહેરાના ડાઘ દૂર કરવા માટે ટામેટાની પ્યોરી બનાવી લો. હવે આ પ્યોરીને ચહેરા પર મસાજ કરીને લગાવો. ત્યારબાદ 15-20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય પણ થોડા સમય સુધી કરવાથી તમારા ચહેરાના ડાઘ દૂર થશે. સાથે જ તમારા ચહેરા પર એક નવી ચમક પણ આવશે. દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.