ફોર્ડ ભારતમાં આ વર્ષે તેની સૌથી લોકપ્રિય કાર Mustang ની નવીનતમ મોડલ લોન્ચ કરી શકે છે, તાજેતરમાં 2018 ફોર્ડ Mustang ભારતમાં જોવા મળી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં પણ Mustang ને ખુબ પસંદ કરવામાં અાવે છે.
ભારતમાં Mustang જુલાઈ 2016 માં અાવી છે આ કાર ભારતમાં પણ ખુબ પસંદ કરાઈ છે.ચાલો આપને જણાવી દઇએ કે આ કારને સમગ્ર દુનિયામાં પસંદ કરવામા અાવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ કારનું નવું ફોર્મેટ મોડલ લોન્ચ કરવામાં આવશે.જાણકારોના મતે Mustang અા વખતે નવા હેન્ડલેપ જોવા મળશે.આ સિવાય, મોટા રેડિયેટર ગ્રિલ્સ, સંકલિત વાયુ માર્ગો, નવી એલઇડી ટેઇલાઇટ્સ, 19-ઇંચના નવા એલોય વ્હીલ્સ, જ્યારે કારની અંદર નોંધપાત્ર ફેરફારો થાય છે,12 ઇંચ પૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્રાઈવર સહાય ટેકનોલોજી, અને SYNC કનેક્ટ જેવી સુવિધાઓ ખાસ હશે.
ભારતમાં હાલના ફોર્ડ Mustang ની કિંમત 71.62 લાખ રૂપિયા છે.પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, નવા Mustangની અંદાજિત કિંમત રૂ. 75 લાખ હોઈ શકે છે.એન્જિનની વાત કરીએ તો નવો ફોર્ડ Mustang ના એન્જિનમાં કોઈ ફેરફાર થશે નહીં.આ કારમાં હાલની 5.0 લિટર V8 Ti-VCT V એન્જિન હશે, જે 395bhp અને 515Nm ટોર્ક આપશે.