વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ શેરબજારમાં 20 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. આ મહિનામાં રૂ. 47,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ ડિસેમ્બર 2020માં 62,016 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, વિદેશી રોકાણકારો, જેઓ ગયા વર્ષે ઓક્ટોબરથી સતત નાણાં ઉપાડી રહ્યા છે, તેમણે આ વર્ષે જુલાઈમાં રૂ. 5,000 કરોડના રોકાણ સાથે પુનરાગમન કર્યું હતું. વિશ્લેષકો કહે છે કે, ઑક્ટોબરથી બજારના ઘટાડાનું મુખ્ય કારણ FII આઉટફ્લો છે.
જુલાઈથી તેમની પરત ફરવાથી માર્કેટ પણ પાછું આવ્યું છે અને 60 હજારની નજીક આવી ગયું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 10.28 % રોકાણFIIના રોકાણમાં માત્ર 10 કંપનીઓનો હિસ્સો 46 % છે. રિલાયન્સ પાસે 59.4 બિલિયન ડોલરનું રોકાણ છે. આ કુલ રોકાણના 10.28% છે. HDFC બેંક પાસે 43.4 બિલિયન ડોલર અને HDFC લિમિટેડ પાસે 34.4 બિલિયન ડોલર છે. ICICI બેંક પાસે 33.7 બિલિયન ડોલર અને ઇન્ફોસિસ પાસે 25.5 બિલિયન ડોલર છે.TCSમાં 20.9 બિલિયન ડોલરનું રોકાણTCSમાં 20.9 બિલિયન ડોલરનું રોકાણ છે. કોટક બેંક પાસે 17.3 બિલિયન ડોલર, એક્સિસ બેંક 12.1 બિલિયન ડોલર છે. નિફ્ટીના બાકીના 40 શેરોમાં 137 બિલિયન ડોલરનું રોકાણ છે. નિફ્ટી શેર્સમાં કુલ રોકાણ 402 બિલિયન ડોલર છે.