દમણના માજી કાઉન્સિલર સલીમ મેમણ ને તેના જ શોરૂમ માં અજાણ્યા ઈસમો એ અંધાધુંધ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી અને ગૂના ને અંજામ આપી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. સતત વિવાદ માં રહેતા સલીમ મેમણ ને બે ગોળી માથા માં અને એક પેટમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું। ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ને પગલે દમણ માં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.દમણ ના માજી પાલિકા કોર્પોરેટર સલીમ મેમન ની તેના દમણ ના બાઇક શો રૂમ પર અજાણ્યા હુમલાખોરો એ ગોળી મારી હત્યા કરી દીધી હતી. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ સલીમ મેમન તેના શૉ રૂમ પર હતો જે સમયે અજાણ્યા હુમલાખોરો અંદર પ્રવેશી સલીમ મેમન પર ત્ ફાયરિંગ કરી મોત ને ઘાટ ઉતાર્યા હતો
ઘટના ની જાણ દમણ પોલીસ ને થતા ગણતરી ની મિનિટ માં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચી હાથ ધરી તપાસ
જાણવા મળે છે કે સલીમ મેમણ સામે પોલીસ મથક માં પઠાણી ઉઘણાની, હપ્તા ખોરી, ના ગુનાઓ નોંધાયા છે ત્યારે ગત બે મહિના અગાઉ જ સલીમ મેમણ જેલ માંથી બહાર આવ્યો હતો ત્યારે તેની હત્યા થતા ભારે ચકચાર મચી છે.
Tuesday, April 30