ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પુર્વ ધારાસભ્ય અને રાજયના પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું ઝાયડસ હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. આ દુ:ખદ સમાચાર સાંભળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઊંડા શોકની લાગણી વ્યકત કરી છે. ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે.
મળતી માહિતી પ્રમાણે આઇ.કે.જાડેજાના પત્ની ભિક્ષાબા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે ગઈકાલે મોડીસાંજે (સોમવારે) અંતિમ શ્વાસ લીધા હતા. હવે આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે આજે અંતિમ વિધિ થશે. હાલ જાડેજા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે અંતિમવિધિ થશે. ભિક્ષાબાના અવસાનથી જાડેજા પરિવાર શોકમગ્ન થયો છે. સી.આર.પાટીલે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતા શોક સંદેશ પાઠવીને જણાવ્યું હતું કે ઇશ્વર એમના દિવંગત આત્માને સદગતી આપે અને પરિવારના સભ્યો પર અચાનક આવેલા દુ:ખને સહન કરવાની શક્તિ અર્પે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરી.