કપરાડા તાલુકાના 70 ટકા લોકો કોરોના માં બેરોજગાર બનતા સ્થિતિ કફોડી બની છે, ત્યારે સુખલા ની લાલ બહાદુર શાસ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ના ચેરમેન વસંતભાઈ બરજુલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા યુવા ક્રાંતિ મિશન-2020ના ઉપક્રમે કપરાડા તાલુકાના 130 ગામો તથા વલસાડ જિલ્લાના અન્ય પાંચ તાલુકામાં 200 થી 250 અનાજ કીટનું વિતરણ આયોજન સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક ના અમલ સાથે કરવામાં આવ્યુ છે.જેની શરૂઆત મંગળવારે કપરાડા મામલતદાર કલ્પેશ સુવેરા ,કપરાડા તાલુકા સરપંચ સંઘ પ્રમુખ ચંદર ગાયકવાડ,ઉપ પ્રમુખ નભુ ભાઈ,કો ઓડીનેટર ભરત પટેલ અને મેનેજમેન્ટ ચેરમેન વસતપટેલના હસ્તે વિધવા મહિલાઓને કીટ વિતરણ કરી કરવામાં આવી હતી. આ તકે વસંત પટેલે જણાવ્યું કે લોક ડાઉનને લઈ કામો બંધ થતાં શ્રમિકોની હાલત કફોડી બની છે,જેને ધ્યાનમાં લઈ અમે
કપરાડા તાલુકાના 130 ગામોમાં જરૂરિયાતમંદો ને અનાજ સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓ ની કીટ વિતરણ કરવાનું નક્કી કર્યું છે,જેની શરૂઆત કપરાડા અને મેનધા ગામથી મંગળવારે કરવામાં આવી હતી.