થોડા દિવસોમાં ઓક્ટોબર મહિનો શરૂ થશે. આ મહિનો શરૂ થતાની સાથે જ કેટલાક મોટા ફેરફારો જોવા મળશે જે તમારા મહિનાના ખર્ચ સાથે સંબંધિત છે. આ દરમિયાન ડીમેટ એકાઉન્ટ, એલપીજીની કિંમત અને ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા મોટા ફેરફારો જાહેર થશે. ચાલો તેમના વિશે જાણીએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. નવા પેમેન્ટ નિયમો ઓક્ટોબરથી લાગુ થશે. કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (CoF કાર્ડ ટોકનાઇઝેશન)નો નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવવા જઈ રહ્યો છે. આ સિસ્ટમ હેઠળ વિઝા, માસ્ટરકાર્ડ જેવા મોટા નેટવર્ક માટે ટોકન નંબર આપવામાં આવશે. આ સુવિધા વપરાશકર્તાઓ માટે સંપૂર્ણપણે મફત છે.
1 ઓક્ટોબરથી ટ્રેન્ડિંગ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા ડીમેટ એકાઉન્ટ લોગિન માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન સિસ્ટમ સક્રિય કરવાની જરૂર છે. જો તમે આમ ન કર્યું હોય, તો તમે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો નહીં. NSE એ સૂચના જારી કરીને કહ્યું છે કે દરેક ડીમેટ એકાઉન્ટ ધારકે પહેલા તેનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે અને બીજા ઓથેન્ટિકેશન માટે પાસવર્ડનો ઉપયોગ કરી શકશે.
પહેલી ઓક્ટોબરે કંપનીઓ ગેસના ભાવમાં ફેરફાર કરશે. સપ્ટેમ્બરમાં એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો, જોકે કોમર્શિયલ ગેસના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. હવે ઓક્ટોબર મહિનામાં તહેવારો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીઓ ગેસના ભાવમાં ઘટાડો કરી શકે છે.