[slideshow_deploy id=’35105′]ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં અગાઉ બનેલા સગી માતા અને બહેનની હત્યાના ચકચારી કેસમાં આજે કોર્ટે યુવતીને ફાંસીની સજા ફટકારી છે.ગત વર્ષે માતાએ પુત્રીને ઘરકામ કરવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઇ જઇને યુવતીએ પોતાની સગી માતા અને બહેનને તલવારના ઘાં મારીને હત્યા કરી હતી.
ગાંધીધામ કોર્ટે આજે એક ઔતિહાસિક ચુકાદો આપતા, ગત વર્ષે ફેબ્રુઆરી માસની 17મી તારીખે ગાંધાધામ ખાતેના સુંદરપુરી વિસ્તારમાં રહેતી મંજુબેન કસ્તુરભાઇ દેવીપુજકે પોતાની સગી માતા અને બે બહેન પર તલવાર વડે હુમલો કર્યો હતો.. જે કેસમાં મંજુબેનની માતા અને એક બહેનનુ મૃત્યુ નિપજ્યુ હતુ.આ કેસમાં મંજુબેનની ઘરપકડ કરીને પોલીસે તમામ પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.પૂરાવાના આધારે કેસમાં આજે ગાંધાધામ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આરોપી મંજુબેનને મૃત્યુદંડની સજા ફટકારી છે.
ગાંધાધામના સુંદરપુરી વિસ્તારમાં ગત વર્ષે ચકચારી હત્યાકાંડ થયો હતો.જેમાં ઘરકામ કરવા જેવી નજીવી બાબતે આરોપી મંજુબેને પોતાની માતા અને બહેન પર તલવાર વડે હુમલો કર્યો હતો.કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા ફટકારીને સમાજમાં વધતા જતા ગુના અને તેમાં પણ પોતાના સગા ઉપર જ હુમલા કરીને નુકશાન પહોંચાડવાના વધતા જતા ગુનાઓ સામે એક દાખલો બેસાડવા પ્રયત્ન કર્યો છે