મિત્રો માણસ ના શરીરમાં ઘણાબધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોતા અમુક રોગ બહુક કષ્ઠ દાયકા હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા તમે સૌએ જોયું હશે. મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ થવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે. જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી. આજે એવી આયુર્વેદિક અને ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમે ખંજવાળથી છુટકારો મેળવી શકો છો તે પણ કોઈ આડ અસર વગર.
અજમાં દ્વારા
દરરોજ ની ખાનજવાળને દૂર કરવા માટે તમારે 20 ગ્રામ અજમાને 100 ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે.
નારિયેળનું તેલ અને આંબળા દ્વારા
આમ તો આપણે આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.
સરસીયાનું તેલ, ચૂનો અને પાણી દ્વારા
આ માટે તમારે સૌ પ્રથમ સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.
ખાંટા દહીં દ્વારા
ઘણી વખત દંહી આ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાઈ છે તો જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે.
કેળાં અને લીંબુ દ્વારા
મિત્રો કેળા માં મળી આવતા અમુક ગુનોના કારણે તે આ બીમારીઓ માં પણ અસરકારક છે. લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે.
નારીયેલ તેલ અને લીંબુનો રસ દ્વારા
મિત્રો તમે નાળિયેર ના તેલ નો ઉપયોગ વાળ માટે કરો છો તેજ તેલ ને લીંબુના રસ સાથે ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જાય છે.