જો તમારા ઘરમાં એક પેટ છે, તો તમે જાણો છો કે તે તમારા પરિવારનો એક હિસ્સો છે અને તમે તમારા પરિવારનું જે રીતે ધ્યાન રાખો છો તેજ રીતે તેની સંભાળ રાખો છે. પછી ભલે તે તેમની હેલ્થકેર અને ગ્રૂમિંગ અથવા વીમો હોય (Dog Health Care, Grooming, Insurance). અત્યાર સુધી, ભારતમાં પેટ્સની બધી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને, વીમા વિકલ્પો નહોતા. પરંતુ પેટ લવર્સની માંગ પર આ સમસ્યાનું સમાધાન થાય તેવું લાગે છે.પાળેલાં ડૉગ્સ માટે ખાસ ઈંશ્યોરન્સ.Bajaj Allianz General Insurance આ સ્પેશ્યલ પોલિસીનું પ્રીમિયમ દર વર્ષે માત્ર 315 રૂપિયાથી શરૂ થાય છે. જો કૂતરા પાસે RFID ટેગ છે, તો તેમાં 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પોલિસી 3 મહિનાથી 10 વર્ષ સુધીના પાલતુ કૂતરાઓને કવરેજ આપે છે. બેઝ પોલિસીમાં સર્જરી અથવા અકસ્માતને લીધે થયેલી કોઈપણ ઈજા અથવા મૃત્યુનું કવરેજ સામેલ છે. આ સિવાય, તમે 6 પ્રકારના વિકલ્પો ખરીદી શકો છો જેમાં ચોરી અથવા ઘણા પ્રકારના રોગોનું કવરેજ પણ છે. આ પોલિસી પેટ પ્રેમીઓ માટે એક મોટી ભેટ છે કારણ કે તે પાળતુ પ્રાણીના આરોગ્ય અને સલામતીને લગતા મોટા ખર્ચથી બચાવી શકે છે.
આ ખાસ વીમા વિશે મોટી બાબતો
- Bajaj Allianz General Insuranceની પૉલિસીનું પ્રીમિયમ દર વર્ષે ફક્ત 315 રૂપિયાથી શરૂ થાય છે.
- ડોગ પાસે RFID ટેગ હોય તો 5% ડિસ્કાઉન્ટ.
- 3 મહિનાથી 10 વર્ષ સુધીનું કવરેજ પ્રદાન કરે છે.
- ઈજા, સર્જરી અથવા અકસ્માતને કારણે મૃત્યુનું કવરેજ બેઝ પોલિસીમાં ઉપલબ્ધ છે.
6 પ્રકારના વીમા વિકલ્પો ઉપલબ્ધ છે.જો કે, તમે આ સુવિધા કેશલેસ રીતે મેળવી શકતા નથી અને તમારે પાછળથી reimbursement દ્વારા ખર્ચનો દાવો કરવો પડશે. નિષ્ણાતો માને છે કે પાલતુ વીમાના બજારમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. ફાઇનાન્સિયલ પ્લાનરનું કહેવું છેકે,આ વીમા માટેનું બજાર ખૂબ મોટું છે. જો તમે આવી પોલિસી લો છો, તો પછી તમે ensure કરો કે તેઓ સારી treatment મેળવી શકે છે. કવરેજ તદ્દન સંકુચિત છે. accident, illness, theft આ બધું કવરેજ છે.આ પૉલિસીની બીજી વિશિષ્ટતા એ છે કે પાલતુ કૂતરાને લીધે કોઈ પણ વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવા માટે તમારી પાસે કવરેજનો વિકલ્પ પણ છે. તેથી જો તમારું પાળતું પ્રાણી છે, તો પછી તમે તેના માટે તમારા જેવા જ પ્રકારના વીમા કવર આપશો.