માંદગીથી બંને પગ ગુમાવનાર 9 વર્ષીય કિશોપીએ ન્યૂયોર્ક ફેશન વીકના રેમ્પ પર ચાલીને રેકોર્ડ બનાવ્યો છે. ડેઇલી મેઇલ મુજબ ડેઝી ડેમેત્રી બંને પગ ગુમાવનારી અને ન્યૂયોર્ક ફેશન વીકમાં ભાગ લેનારી પહેલી છોકરી બની હતી. નાનપણમાં ડેઝીનાં બંને પગ કાપવા પડ્યા હતા.
9 વર્ષીય મોડેલ ડેઝી પણ આ મહિનામાં પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા જઈ રહી છે. તે બર્મિંગહામની રહેવાસી છે. ડેઝીએ જણાવ્યું કે તેને ન્યૂયોર્ક ફેશન વીકમાં જોડાવાનો ગર્વ છે.
ડેઝીએ રવિવારે ન્યૂયોર્ક ફેશન વીકમાં Lulu બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યો હતો. ડેઝી જન્મથી જ Fibular Hemimelia નામની બિમારીથી પીડિત છે. આને કારણે, હાડકાઓનો વિકાસ થતો નથી. 18 મહિનાની ઉંમરે ડોકટરોએ તેના બંને પગ કાપવા પડ્યા હતા.

ડેઝીની 11 વર્ષની બહેન એલાએ પણ તેને રેમ્પ પર તેનો સાથ આપ્યો હતો. ડેઝી કૃત્રિમ પગની મદદથી 8 વર્ષની વયથી મોડેલિંગ કરી રહી છે. તે Nike અને Boden જેવી બ્રાન્ડ માટે પણ કેમ્પેન ચલાવ્યું છે.