નવી દિલ્હી : કોરોના કટોકટી દરમિયાન ફરી એકવાર નફો બુક કરવાનો તબક્કો ભારતીય શેરબજારમાં પાછો ફર્યો છે. આ જ કારણ છે કે સપ્તાહના ચોથા કારોબાર દિવસે એટલે કે 25 જૂન, ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતની વેચવાલીના જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 250 અંક નીચે હતો અને 34,600 પોઇન્ટની નીચે કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી વિશે વાત કરવામાં આવે તો તે નીચે આવીને 10,300 પોઇન્ટ પર આવી ગયો.
બુધવારે તેજી પર લાગ્યો બ્રેક
આ અગાઉ બુધવારે બજારની ચાર દિવસીય તેજી તૂટી હતી. સેન્સેક્સ 561 પોઈન્ટ ગુમાવી 35000 ના મનોવૈજ્ઞાનિક સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી પણ લગભગ 166 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર આધારિત 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ અગાઉના સત્રની તુલનામાં 249.31 પોઇન્ટ વધીને 35,679.74 ના સ્તરે ખુલ્યા હતા અને તે દિવસના કારોબાર દરમિયાન વધીને 35,706.55 પર પહોંચી ગયા હતા, જ્યારે નીચલા સ્તરમાં 34,794.93 રહ્યો હતો.