જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. સોનાની કિંમતમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે આજે સવારે સોના-ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમત ફરી 51 હજારની નજીક પહોંચી ગઈ છે.
મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, મંગળવારે સવારે 24-કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 55 વધી રૂ. 50,790 પ્રતિ 10 ગ્રામ થયા હતા, જ્યારે ચાંદીના વાયદા રૂ. 205 વધી રૂ. 60,949 પ્રતિ કિલોગ્રામ થયા હતા. જોકે, સવારે સોનામાં કારોબાર 50,827 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર શરૂ થયો હતો. પરંતુ, માંગમાં નબળાઈને કારણે, તેની કિંમત થોડી નીચે આવી. આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
હાલમાં, MCX પર 10 ગ્રામ સોનું 50,760 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી 61,110 પ્રતિ કિલો છે.
હવે વાત કરીએ વૈશ્વિક બજારની. વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી મોંઘી થઈ છે. યુએસ માર્કેટમાં સોનાનો હાજર ભાવ અગાઉના બંધ કરતાં 0.01 ટકા ઘટીને 1,838.99 ડોલર પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદીનો હાજર ભાવ અગાઉના બંધ કરતાં 0.31 ટકા વધીને 21.67 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. એટલે કે આજે વૈશ્વિક બજારમાં સોનું નજીવું સસ્તું છે.
નિષ્ણાતોના મતે આગામી સમયમાં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. વૈશ્વિક બજારમાં પણ સોનાનો વપરાશ વધવાની ધારણા છે, જેના કારણે તેની કિંમતો વધશે.