સરકાર દિવાળી પહેલા ઈન્કમ ટેક્સના દર ઘટાડી શકે છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 5 લાખ રૂપિયાથી 10 લાખ સુધીની આવક પર ટેક્સ 20% કરવામાં આવી શકે છે. 10 લાખ રૂપિયાથી વધુ ઈન્કમ પર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવે તેવી શકયતા છે. સેસ અને સરચાર્જ ઘટાડવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ટેક્સમાં છૂટના કેટલાક વિકલ્પ ખત્મ પણ કરવામાં આવી શકે છે.
10 લાખ રૂપિયાની આવકવાળાને 45 હજારનો ફાયદો થશે
5 લાખ સુધીની આવક | ટેક્સ ફ્રી |
સ્ટાન્ડર્ડ ડિડક્શન | 50 હજાર રૂપિયા |
બાકીના 4.5 લાખ પર હાલ 20% ટેક્સ | 90 હજાર રૂપિયા |
ટેક્સ 20%થી ઘટાડીને 10% કર્યો તો | 45 હજાર રૂપિયા |
બચત | 45 હજાર રૂપિયા |
(ગણતરી ટેક્સ છૂટ માટે રોકણના વિકલ્પો અને સેસ વગર)
ટાસ્ક ફોર્સનું સુચન 2 કરોડ રૂપિયાથી વધુની આવક પર 35% ટેક્સ લાગેઃ રિપોર્ટ
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ સરકાર નિર્ણય લેતી વખતે ડાયરેક્ટ ટેક્સ કોડ પર ટાસ્ક ફોર્સની સુચનાને ધ્યાનમાં રાખશે. ટાસ્ક ફોર્સે થોડા દિવસો પહેલા સરકારને રિપોર્ટ સોપ્યો હતો. એક અન્ય રિપોર્ટ મુજબ ટાસ્ક ફોર્સે 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ 20%થી ઘટાડીને 10%, 10 લાખથી 20 લાખ પર 30 ટકાના સ્થાને 20 ટકા અને 20 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા રાખવાનું સુચન કર્યું છે. 2 કરોડ રૂપિયાથી વધુની ઈન્કમ ધરાવનાર પર 35% ટેક્સનું સુચન આપવામાં આવ્યું હતું.
આવકનો હાલનો દર(અસેસમેન્ટ વર્ષ 2019-20)
આવક | ટેક્સ |
2.5 લાખ રૂપિયા | 0 |
2.5 લાખથી 5 લાખ સુધી | 5% |
5 લાખથી 10 લાખ સુધી | 20% |
10 લાખથી વધુ | 30% |
5 લાખ સુધીની આવક પર ટેક્સમાં રિબેટ દ્વારા સંપૂર્ણ છૂટ
ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ઈન્ટિરમ બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરયોગ્ય આવક પર રિબેટ દ્વારા ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે આટલી ઈન્કમ છે તો રિટર્ન ભરવો જરૂરી હશે, પરંતુ જે ટેક્સ બને