રાજ્યમાં GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 224 જગ્યાઓ માટે 962 ઉમેદવારો પાસ થયાં છે. હવે આ પાસ થયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ 25 નવેમ્બરથી લેવામાં આવશે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
વ્યવસ્થાપક મદદનીશ નિયામક વર્ગ-2ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની 13, વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ-2ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) વર્ગ-2ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, GMCમાં જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2ની 01 તથા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આમ બંને મળીને કુલ 215 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની GPSC ક્લાસ 1 & 2ની જાહેરાત સતત પાંચમાં વર્ષે પ્રસિદ્ધ થઇ હતી.
GPSCએ વર્ગ 1-2 સહિત વિવિધ વિભાગો માટે ભરતીની જાહેરાત કરી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે.
કોરોનાને કારણે GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારવામાં આવી હતી. અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રાખવામાં આવી હતી. આ અરજીઓ 21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે કરવાની હતી. આ માટેની સમયમર્યાદા અગાઉ 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ઓનલાઇન અરજી માટે સમય મર્યાદા વધારવામાં આવી હતી.