ગુજરાતના જામનગરમાં મગફળીના ભાવ સૌથી નિચા સ્તરમાં જોવા મળ્યા છે. જેનાથી ખેડૂતોમાં આક્રોશ અને વિરાધ જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલા વિજય રૂપાણી સરકારે મગફળીની કિંમત 900 થી 1200 નક્કી કરી હતી. પરંતુ ચુંટણી પછી કિંમત 400 થી 700 થઇ ગઇ જેનાથી ખેડૂતોએ વિરોધ બતાવ્યો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલે આ મામલાને લઇ ટ્વિટ કર્યુ હતુ. કે ગુજરાતમાં ખેડૂતોને સાંભળવા વાળુ કોઇ નથી.
જામનગરના જામખંભાળીયા માર્કેટ યાર્ડ મગફળીથી ભરેલુ પડ્યુ છે. ખેડૂતોના પૂરા વર્ષની કમાણી હોય છે. મગફળીના પાકમાં ખેડુતોને છ મહિના લાગી જતા હોય છે. ત્યારે આજે ખરીદવા વાળા કોઇ નથી. જેનાથી ખેડૂતો દુખી જોવા મળ્યા છે. જો ખેડૂતો ટ્રક ભરીને મગફળી લાવેતો ટ્રકના ભાડાના પૈસા પણ નીકળવાના નથી. ભાવના ઘટવાને કારણે માર્કેટમાં જાહેરાત કરવામાં જેના કારણે ખેડૂતોએ વિરાધ દર્શાવ્યો હતો.