ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આ વર્ષે ચૂંટણીના પરિણામોથી દેશના લોકોને એક આંચકો લાગ્યો છે. બીજો આંચકો કદાચ ગુજરાતની ચૂંટણીથી લાગી શકે છે. તેનું એક માત્ર કારણ EVMમાં ચેડા થાય તો ? આ કલ્પના ભલભલાને હચમચાવી નાંખે એવી છે. પણ ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં થયેલાં રૂ,20,000 કરોડના કૌભાંડના નાણાં EVMમાં વપરાતી ચીપ બનાવતી અમેરીકન કંપની પાસે કઈ રીતે પગ કરી ગયા છે તેની સનસનીખેજ વિગતો બહાર આવી છે. તેથી હવે EVM પર પણ લોકોને શંકા જવા લાગી છે. કદાચ એવું પણ બને કે લોકસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાત પણ ગુમાવવું પડે તો તે પણ વાંધો ન હોઈ શકે. EVMની ખામીનો જેટલો બચાવ ચૂંટણી પંચ નથી કરતું એટલો બચાવ ભાજપ કરે છે. બે દિવસ પહેલાં જ નરેદ્ર મોદીએ EVMનો બચાવ ગુજરાતની ચૂંટણીમાં કર્યો છે.
CAGએ તપાસેલા ગુજરાત સરકારના હિસાબોમાં એવું બહાર આવ્યું છે કે, ગુજરાત સરકારની કંપની દ્વારા 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજા કેટલાયે કૌભાંડો GSPCના બહાર આવ્યા છે. ગુજરાત ગેસ કૌભાંડની સૌથી મોટી લાભાર્થી બાર્બાડોસ / મોરિશિસની એક કંપની “જીઓ ગ્લોબલ રિસોર્સિસ” હતી. જેનો પર્દાફાશ સાત વર્ષ પહેલાં થયો હતો. તેમ છતાં તેની કોઈ તપાસ પણ થઈ નથી. આ કરોડો રૂપિયા કોની પાસે ગયા
ગુજરાતમાં એક પણ એવું કારણ નથી કે કોંગ્રેસ હારી રહી હોય. તેમ છતાં જો ભાજપ જીતે તો નક્કી એવું માનવાને કારણ છે કે EVMમાં કંઈક ગોટાળો છે. કારણ કે તમામ બાબતો ભાજપની હાર તરફ લઈ જઈ રહી છે.
EVM મશીનના બે ભાગ છે જેમાં કંટ્રોલ યુનિટ અને બેલેટ એમ બે ભાગ છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટર છે જે તેની CPU માઇક્રોચિપ કંટ્રોલર (MCU)ની અંદર હોય છે અને બેલેટ યુનિટ કી બોર્ડ છે. એમસીયુ ઇવીએમનું મગજ છે. જયારે એમસીયુ દ્વારા રાઈટ કરવામાં આવે ત્યારે તેનાં તમામ કાર્યો નક્કી કરે છે તેને મશીન કોડ કહેવાય છે. સુરક્ષાનું કારણ આપીને ઈવીએમ સોર્સ કોડને ક્યારેય વાંચી શકાતો નથી. તેની નકલ કરી શકાતી નથી. તેને સુધારી શકાતો નથી.
ચૂંટણી પંચે (EC) કેટલાક બીઇએલ(BEL) અને ઇસીઆઈએલ(ECIL)ના વૈજ્ઞાનિકોની મદદથી તેનો સોફ્ટવેર પ્રોગ્રામ વિકસાવ્યો છે. જેમાં તેનો કોડ બ્રેક કરી શકાતો નથી. ઇવીએમનો સ્રોત કોડ ‘ગુપ્ત રહસ્ય’ છે. તે એટલો ગુપ્ત છે કે ચૂંટણી પંચ પાસે પણ તે કોડ નથી. આ કોડનું મહત્વ સ્વયંસ્પષ્ટ છે પરંતુ જો વૈજ્ઞાનિકો અને બીઇએલ અને ઇસીઆઈએલના કર્મચારીઓએ ક્યારેય સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કર્યો હોય, તો ઇવીએમ સાથે ચેડા થઈ શકે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.