નવી દિલ્હી/મુંબઈ તા. ૨૪ : બ્રિટનના જાણીતા મેગેઝિન ‘ધી ઇકોનોમીસ્ટ‘એ પીએમ નરેન્દ્રભાઇ મોદીના આર્થિક સુધારાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘મોદી જેટલા મોટા સુધારક લાગે છે, ખરેખર એટલાં મોટા સુધારક છે નહીં.‘ ઇકોનોમિસ્ટના આર્ટિકલમાં લખવામાં આવ્યુ છે કે, મોદી દ્વારા આર્થિક બાબતોમાં સુધારા ‘દેખાડા‘ જેવા છે. તેમણે દેશ અને દુનિયાની હાલની પરિસ્થિતિઓમાંથી લાભ ઉઠાવવાની તક જતી કરી.
૧ જુલાઇથી લાગુ કરવામાં આવી રહેલાં જીએસટી બિલને બિનજરૂરી અને નવી જટિલ ગણાવતા નોકરશાહોની તાકાત વધારતું ગણાવ્યુ.
ઉલ્લેખનીય છે કે, ધી ઇકોનોમિસ્ટે પોતાનાં એક લેખમાં પીએમ મોદી દ્વારા લાગૂ કરવામાં આવેલાં નોટબંધીના નિર્ણયની ટીકા કરી હતી. ઇકોનોમિસ્ટે નોટબંધીના નિર્ણયને કાઉન્ટર પ્રોડકિટવ અને ગુનાખોરી પર ધ્યાન આપ્યા વગર લોકોના વેપારને અસર કરતો ગણાવ્યો હતો.
જ્યારે કોંગ્રેસના નેતા નારાયણ રાણેએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે કેન્દ્રમાં મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સારી કામગીરી કરી રહ્યા છે અને રાજ્યને પ્રગતિના પંથે લઇ જવા મહેનત કરી રહ્યા છે. તેમના આ નિવેદનથી પક્ષમાં અસહજ સ્થિતિ સર્જાઈ હતી તેમણે નિતીન ગડકરીને પણ વિકાસ પુરૂષ ગણાવેલ.(