નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી, 2022થી Zomato અને સ્વીગી ફૂડ ડિલિવરી એપ પરથી 5 ટકા GST વસૂલવામાં આવશે. સપ્ટેમ્બરમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફૂડ ડિલિવરી એપ પરથી મનપસંદ ફૂડનો ઓર્ડર આપનારા લોકોના મનમાં સવાલ ઉઠતો જ હશે કે ઝોમેટો અને સ્વીગી ને જે 5 ટકા GST ચૂકવવો પડે છે, હવે આ કંપનીઓ તેમના ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવશે હવે શું ગ્રાહકોને ફૂડ ડિલિવરી ઓનલાઈન ઓર્ડર કરવું મોંઘુ પડશે? જે લોકો એપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે તેમના મનમાં આ સવાલો ઉઠી રહ્યા છે GST કાઉન્સિલના ફૂડ ડિલિવરી એપ પરથી 5% GST વસૂલવાના કારણે શું ઓનલાઈન ફૂડ ઓડૅર મોંઘું થશે? આ પ્રશ્નનો જવાબ ‘ના’ છે. ઓનલાઈન એપ પર ફૂડ ઓર્ડર કરવું નહિ પડે મોંઘું એટલા માટે કે જ્યારે પણ તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હતા ત્યારે આ કંપનીઓ ફૂડ બિલની સાથે એડવાન્સમાં તમારી પાસેથી GST વસૂલતી હતીપણ આજ સુધી ઝોમેટોએ અને સ્વિગ્ગી એ સરકારને GST ચુકવવામાં આવ્યો નથી
ફૂડ એપ કંપનીઓ GST ભરશે GST કાઉન્સિલે નિર્ણય લીધો હતો કે ફૂડ એપ એગ્રીગેટર્સ રેસ્ટોરન્ટને ઓર્ડર કરેલા ફૂડ પર GST રકમનો ભાગ નહીં આપે, પણ પોતે GSTની રકમના 5 ટકા સરકારને ચૂકવશે. જો કેઝોમેટો અને સ્વિગ્ગી જેવી એપ્સ જે રેસ્ટોરાંમાંથી ફૂડ વિતરણના બદલામાં કમિશન વસૂલે છે સેવા માટે ફૂડ એપ્સે સરકારને અલગથી 18 ટકા GST ચૂકવવો પડશે.અને જ્યાં ભોજનની ડિલિવરી થશે ત્યાંથી GST લેવામાં આવશે અને આ એપ GST જમા કરશે. તેમણે એ પણ ચોખ્ખું કર્યું કે આ કોઈ નવો ટેક્સ નથી. GSTના દાયરામાં ફૂડ ડિલિવરી એપ્સ લાવવાનું સ્વાગત કરતાં ફૂડ ડિલિવરી એ એક સેવા છે અને તેથી તેને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય સંપૂર્ણપણે સાચો છે. જો કે તમારે GST કાઉન્સિલના આ નિર્ણયથી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ન તો ખાદ્યપદાર્થોનું બિલ મોંઘું થશે અને ન તો GSTનો બોજ તમારા ખિસ્સાં માં આવશે